કોણ કહે છે…?

કોણ કહે છે કે પ્રેમ ની કોઈ પરિભાષા નથી હોતી?
ફૂલો ની મહેક ની ખબર કાંઈ પથ્થર ને નથી હોતી..!

એ સોડમ ભરેલા શબ્દો ને એના નયનોનો નશો;
મદિરા ની અસર કાંઈ દુરથી જોનાર ને નથી હોતી..!

એ ખોવાયેલી રાતો વચ્ચે ખુશી ભરેલા ખ્વાબ;
એ રળિયામણી રાતો ની મજા કાંઈ સુતેલા ને નથી હોતી..!

કોને કહ્યું કે પ્રેમ ની કોઈ સજા જ નથી હોતી?
તૂટેલી દરેક વસ્તુ અવાજ કરતી નથી હોતી..!

એ સાલો નો સંતાપ અને એના મિલન નો ઇન્તઝાર;
ચાતક ની વ્યથા ની ખબર કાંઈ વરસાદ ને નથી હોતી..!

એ હૃદય નું રુદન ને મન ની મનોદશા;
એ કોઈ ના ચહેરા પર અલંકૃત કરેલી નથી હોતી..!

કોણ કહે છે કે પ્રેમમાં સત્યાર્થતા નથી હોતી ?
અરે એમાં તો સત્ય ની સભાનતા જ નથી હોતી..!

એ સોહામણું સ્મિત ને એની જટિલ એવી ઝુલ્ફો;
એ ચિત્ત ના કાગળ પરથી ભુસાતી નથી હોતી..!

શું કહું એના સાત્વિક સૌન્દર્ય વિશે ?
એ સમંદર માટે શબ્દો માં સરળતા જ નથી હોતી..!

કોને કહ્યું કે યાદો ને જીંદગી નથી હોતી ?
કેમ કહું કે દોસ્તો,
જીંદગી માં યાદો સિવાય કશું નથી હોતું ..!!

– TG

Leave a Reply