ભૂલ થી… … ભૂલી ગયો..!

ભૂલ થી હું તારી મધુર વાતો માં ગરકાઈ ગયો;
અને એમાં કેમ પ્રેમ થયો એ કારણ ભૂલી ગયો..!

ભૂલ થી હું તારી આંખો ની ઊંડાઈ માં ડૂબી ગયો;
અને એ સાગર માંથી નીકળવાનો રસ્તો ભૂલી ગયો..!

ભૂલ થી હું તારા ચહેરાને ચિત્ત થી સ્પર્શી ગયો;
અને એમાં બીજી સુંદરતા ની ઓળખાણ ભૂલી ગયો..!

ભૂલ થી હું તારા સ્મિત ને હૃદય માં સાચવી ગયો;
અને એ જ હૃદય માં મારા સ્મિત ની જગ્યા ભૂલી ગયો..!

ભૂલ થી હું તારી યાદો ને મન માં છુપાવી ગયો;
અને એ પળ ને ભુસવાની ચાવી ભૂલી ગયો..!

ભૂલ થી હું તને તારી જીંદગી અપાવી ગયો;
અને એમાં ક્યારે મારી ખતમ થઇ એ તારીખ ભૂલી ગયો..!

– TG

Leave a Reply