એવી ક્યાં ખબર હતી..!

હું તો ચાલતો હતો જીવન ના સુઘડ રસ્તા પર,
એ રસ્તા પર તમે ક્યાય મળી જાશો…
એવી ક્યાં ખબર હતી..!

મેં તો કરી હતી થોડી વાતચીત મિત્રતાના નામ પર,
એ મિત્રતા પ્રણય માં પલટાઈ જાશે…
એવી ક્યાં ખબર હતી..!

મેં તો કરી હતી બંધ આંખ સ્વપ્ન જોવા માટે,
એ સ્વપ્ન માં તમારો ચહેરો મળી જાશે…
એવી ક્યાં ખબર હતી..!

મેં તો કરી હતી એકઠી તમારી સુંદર વાતો ને સ્મિત,
એ યાદો મારા રુદન નું કારણ બની જાશે…
એવી ક્યાં ખબર હતી..!

હું તો આનંદિત થઇ ચાલતો હતો નદી ની સાથે,
એ નદી અંતે ગમ ના સાગર માં ભળી જાશે…
એવી ક્યાં ખબર હતી..!

મેં તો શરુ કર્યું હતું ચાલવાનું સુંદર ફૂલો પર,
એ ફૂલો ની સાથે કાંટા પણ મળી જાશે…
એવી ક્યાં ખબર હતી..!

મેં તો કરી હતી વાત તમારી સાથે જીંદગી ના રસ્તા પર,
પછી તમે જ મારી જીંદગી બની જશો…
એવી ક્યાં ખબર હતી..!

મને તો એમ કે નિરાતે જીવી લઈશ, લાંબી છે જીંદગી;
એ પણ તરત છોડી ને ચાલી જાશે…
એવી ક્યાં ખબર હતી..!

– TG

Leave a Reply