દિલ ની વાત

દિલ ની એક વાત કહું છું,
ને યાદ કરું છું એક યૌવન ની;
રસ્તા પર ની મુલાકાત કહું છું,
ને સ્મરણ કરું છું એક સુંદરી નું…

એ નયનો ની ઠંડક હતી,
અને હતી આરાધના અંતરની;
મન ની તો મોહિની હતી,
અને હતી પ્રેમિકા મારા દિલ ની.

એની આંખો તો ચંચલ હતી,
અને નશો હતો એના નયનો માં;
મંદિર એનું મન હતું,
અને માધુર્ય હતું એના શબ્દો માં.

એના રૂપ ની વાતો સાંભળી તી,
પણ એ કથા-કહાની તુચ્છ હતી;
એની આંખો માં કોઈ તેજ હતું,
ને મારું દિલ એમાં અટકાયું હતું.

શું કહું એની ચાલ વિશે?
જેની છટા તો હિરણી જેવી હતી;
ને શું કહું એના સ્મિત વિશે?
જાણે મારું જીવન ધબકતું હતું;

કેમ કહું કે થયું છે શું?
હૂતો નશા માં જ મલકાઉ છું;
કેમ કહું કે વાત શું હતી?
હું એ શબ્દો થી જ વિંધાયો છું.

બસ એ જ દિવસ ની વાત છે આ,
જયારે મારું દિલ ખોવાયું હતું;
બસ એ જ દિલ ની વાત કરું છું,
ને યાદ કરું છું એક યૌવન ની…

– TG

One Comment

Leave a Reply