છુપાયો છો ક્યાં..?

છુપાયો છો ક્યાં તું એતો જણાવી દે,
નામ નહિ તો તારું રહેઠાણ બતાવી દે;
શોધું છું હું તને આ સંસાર માં,
ક્યાં છો સંતાયો એ સરનામું બતાવી દે.

કોઈ કહે છે પથ્થર એ તારી પહેચાન છે,
શું તારી ફક્ત એ જ ઓળખાણ છે ?
કોઈ કહે છે મંદિર એ તારું મકાન છે,
શું ફક્ત એટલુ જ તારું મુકામ છે ?

ધર્મ ની ધારાઓમાં ક્યારે તું ધોવાઇ ગયો ?
જાણે નદીના પાણીમાં પથ્થર જ ખવાઈ ગયો;
આ કલયુગના કાળમાં તું ક્યારે ખોવાઈ ગયો?
જાણે મજા લેતા અંધકારની પ્રકાશ જ ભુલાઈ ગયો.

શોધું છું હયાતી તારી માનવીના હૃદય માં,
પણ શું હોઈ શકે હતાશા આ તારી જ હાટડી માં?
 શોધું છું તને હું અવકાશ ને પાતાળ પર,
પણ શું નથી તારો વસવાટ આ તારી જ પૃથ્વી પર?

કહી દે આજ કે વસે છે તું કઈ દુનિયા માં,
તરસ વરસો ની છીપાવી દે એક જ ક્ષણ માં;
લાગે છે મને દેખાયો તું ક્યાંક આ દુનિયા માં,
કદાચ જોયો મે તને પ્રેમ ના કોઈ પ્રકાશ માં..

– TG

Leave a Reply