જીંદગી

ના વિચાર કે જો આવીશ તું આ દુનિયામાં,
તો નહિ પૂજાય પથ્થરો કોઈ મંદિર માં;
યાદ રાખજે ભલે બોલીશ ગમેતેટલું જીવનમાં,
ખોવાશે ક્યારેક તો પેલી ચોપડીના પાનામાં.

****

માદક આંખોથી એ મસ્તી કરી ગયા,
મોહક એવી મનને વાતો કહી ગયા;
કમાલ તો જુઓ આ એમની નજરનો,
ફક્ત એના પ્રતાપે આ દિલ ચોરી ગયા.

****

વહી જાય છે નદીની જેમ આ જીંદગી,
એથી જ કરું છું દરેક પળ એની બંદગી;
સુખ-દુખ તો છે ફક્ત વાતો ના નિસાસા,
બાકી હૈયે તો વલોવાય છે બધી જીંદગી.

 

– TG

Leave a Reply