ઈચ્છા

કોઈ એક એવી અવસ્થા સર્જાઈ જાય,
એમને મારી આ વ્યથા સમજાઈ જાય;
મારું વિશ્વ એની આંખોમાં સમાઈ જાય,
ઈચ્છા મારી આ એક સચવાઈ જાય.

દિલને કોઈ એવો દિલાસો મળી જાય,
કે આંસુઓની સાથે વેદના વહી જાય;
ના બેસી રહે એ મૂંઝાઈને મૌન સાથે,
કુદરતની સાથે એ કોલાહલ કરી જાય.

લલાટ પર લાગણીઓ લખાઈ જાય,
ને મનની બધી મૂંઝવણ ભુંસાઈ જાય;
ના રહે એની કોઈ સંવેદના સ્વર્ગ સાથે,
જો પાગલ બનીને જીંદગી જીવાઈ જાય.

–  TG

2 Comments

Leave a Reply