શબ્દો

વાત તો એમ સાવ સીધી ને સરળ છે, લોચન તો એમના લાગણી થી સભર છે; જોતો હતો કેટલા પ્રેમથી હું એમને, જાણ્યું કે ઝંઝાવાતો ત્યાં કેટલાય અકળ છે. થયું કે ચાલ જાણું હું એમની મૂંઝવણો, કરવા દુર એમને, કરું હું થોડી મથામણો; એમની આંખોને કરું આંસુઓ થી દુર, ચાલ ભરી…

Continue reading

મારી આંખો

નથી બહુ યાદ મને, પણ કદાચ એમને નીરખતી હતી મારી આંખો, અરે હજુ અહિયાં જ તો હતી, લે સાલી ગઈ છે ક્યાં આંખો? એ પ્રેમ ની પવિત્રતામાં ગરકાઈ ગઈ એટલી, કે એક ચહેરામાં ક્યાંક ખોવાઈ ગઈ છે મારી આંખો. મુક બનીને મનને વાચા આપી રહી છે આંખો, ખુદ અવાચ્ય બની…

Continue reading

ઈચ્છા

કોઈ એક એવી અવસ્થા સર્જાઈ જાય, એમને મારી આ વ્યથા સમજાઈ જાય; મારું વિશ્વ એની આંખોમાં સમાઈ જાય, ઈચ્છા મારી આ એક સચવાઈ જાય. દિલને કોઈ એવો દિલાસો મળી જાય, કે આંસુઓની સાથે વેદના વહી જાય; ના બેસી રહે એ મૂંઝાઈને મૌન સાથે, કુદરતની સાથે એ કોલાહલ કરી જાય. લલાટ…

Continue reading

જીંદગી

ના વિચાર કે જો આવીશ તું આ દુનિયામાં, તો નહિ પૂજાય પથ્થરો કોઈ મંદિર માં; યાદ રાખજે ભલે બોલીશ ગમેતેટલું જીવનમાં, ખોવાશે ક્યારેક તો પેલી ચોપડીના પાનામાં. **** માદક આંખોથી એ મસ્તી કરી ગયા, મોહક એવી મનને વાતો કહી ગયા; કમાલ તો જુઓ આ એમની નજરનો, ફક્ત એના પ્રતાપે આ…

Continue reading

છુપાયો છો ક્યાં..?

છુપાયો છો ક્યાં તું એતો જણાવી દે, નામ નહિ તો તારું રહેઠાણ બતાવી દે; શોધું છું હું તને આ સંસાર માં, ક્યાં છો સંતાયો એ સરનામું બતાવી દે. કોઈ કહે છે પથ્થર એ તારી પહેચાન છે, શું તારી ફક્ત એ જ ઓળખાણ છે ? કોઈ કહે છે મંદિર એ તારું મકાન…

Continue reading

દિલ ની વાત

દિલ ની એક વાત કહું છું, ને યાદ કરું છું એક યૌવન ની; રસ્તા પર ની મુલાકાત કહું છું, ને સ્મરણ કરું છું એક સુંદરી નું… એ નયનો ની ઠંડક હતી, અને હતી આરાધના અંતરની; મન ની તો મોહિની હતી, અને હતી પ્રેમિકા મારા દિલ ની. એની આંખો તો ચંચલ…

Continue reading

એવી ક્યાં ખબર હતી..!

હું તો ચાલતો હતો જીવન ના સુઘડ રસ્તા પર, એ રસ્તા પર તમે ક્યાય મળી જાશો… એવી ક્યાં ખબર હતી..! મેં તો કરી હતી થોડી વાતચીત મિત્રતાના નામ પર, એ મિત્રતા પ્રણય માં પલટાઈ જાશે… એવી ક્યાં ખબર હતી..! મેં તો કરી હતી બંધ આંખ સ્વપ્ન જોવા માટે, એ સ્વપ્ન માં…

Continue reading

ભૂલ થી… … ભૂલી ગયો..!

ભૂલ થી હું તારી મધુર વાતો માં ગરકાઈ ગયો; અને એમાં કેમ પ્રેમ થયો એ કારણ ભૂલી ગયો..! ભૂલ થી હું તારી આંખો ની ઊંડાઈ માં ડૂબી ગયો; અને એ સાગર માંથી નીકળવાનો રસ્તો ભૂલી ગયો..! ભૂલ થી હું તારા ચહેરાને ચિત્ત થી સ્પર્શી ગયો; અને એમાં બીજી સુંદરતા ની…

Continue reading

हम

बुजती नहीं प्यास किसी रन की एक बूंद से; नहीं मिलती कभी मंजिल कोई एक मोड़ से। कितने दिनों से पूछता हूँ में ये मन से, की फिर क्यों मिलता है सुकून तेरी एक ज़लक से।। नदी को समंदर से मिलते देखा था हमने; बादलो को धरती पे  देखा था हमने। सुना…

Continue reading

કોણ કહે છે…?

કોણ કહે છે કે પ્રેમ ની કોઈ પરિભાષા નથી હોતી? ફૂલો ની મહેક ની ખબર કાંઈ પથ્થર ને નથી હોતી..! એ સોડમ ભરેલા શબ્દો ને એના નયનોનો નશો; મદિરા ની અસર કાંઈ દુરથી જોનાર ને નથી હોતી..! એ ખોવાયેલી રાતો વચ્ચે ખુશી ભરેલા ખ્વાબ; એ રળિયામણી રાતો ની મજા કાંઈ સુતેલા…

Continue reading