શબ્દો
વાત તો એમ સાવ સીધી ને સરળ છે,
લોચન તો એમના લાગણી થી સભર છે;
જોતો હતો કેટલા પ્રેમથી હું એમને,
જાણ્યું કે ઝંઝાવાતો ત્યાં કેટલાય અકળ છે.
થયું કે ચાલ જાણું હું એમની મૂંઝવણો,
કરવા દુર એમને, કરું હું થોડી મથામણો;
એમની આંખોને કરું આંસુઓ થી દુર,
ચાલ ભરી દઉં એમાં થોડી ચેતના ના સુર.
નથી એવું કે મને શબ્દો નથી મળતા,
થયું એવું કે એમની સુંદરતાને નથી શોભતા;
હોય છે જે ઊંડાણ એમની આંખો માં,
એવા તો ક્યાંય દરિયાય નથી મળતા.
મનોમંથન માં હું મુન્ઝવાઈ ગયો,
ને સમય તો ત્યાંજ વેડફાઈ ગયો;
સરળ શબ્દોની માયાજાળમાં વચ્ચે,
હું તો મિત્રો ક્યાંક સપડાઈ ગયો.
– TG
For updates, Like Your2ndHeart on Fb
Recent Comments