મારી આંખો
નથી બહુ યાદ મને,
પણ કદાચ એમને નીરખતી હતી મારી આંખો,
અરે હજુ અહિયાં જ તો હતી, લે સાલી ગઈ છે ક્યાં આંખો?
એ પ્રેમ ની પવિત્રતામાં ગરકાઈ ગઈ એટલી,
કે એક ચહેરામાં ક્યાંક ખોવાઈ ગઈ છે મારી આંખો.
મુક બનીને મનને વાચા આપી રહી છે આંખો,
ખુદ અવાચ્ય બની આ દુનિયાને વાંચી રહી છે આંખો;
સુખના સમંદરમા થોડી ડૂબકીઓ લગાવી,
દુઃખને પણ દયામણું કરી રહી છે મારી આંખો.
નથી એવું કે આંસુઓથીએ સાવ અજાણ છે,
એતો જરા થોડી વધુ સમજદાર છે આ આંખો;
એટલેજ તો કદાચ અંધકારની અવગણના કરી,
પ્રકાશિત પંથને શોધી રહી છે મારી આંખો.
– TG
saras!
Thanks.